Chhichhore

#Chhichhore

#MustWatch

ઓલમોસ્ટ દોઢેક મહિને જાયન્ટ સ્ક્રીન ના દર્શન નસીબ થયા. 2014 પછી લગભગ આ પ્રથમ વાર હશે કે આટલા સમયગાળા મા એક પણ ફિલ્મ ન જોઈ હોય. છેલ્લા મહિના થી તો માત્ર સુવા જ ઘરે આવતો એમ કહે તો ચાલે! નેટફ્લિક્સ અને પ્રાઈમ પણ રીન્યુ નથી કર્યું. પણ ગઈકાલે રાત્રે મજા ની ફિલ્મ જોઈ. ‘છીછોરે’! USFDA નો છેલ્લા દોઢ મહિના નો થાક માત્ર 145 મિનિટ ની આ હલકી-ફુલકી ફિલ્મ મા ઉતરી ગયો. ડ્રિમ ગર્લ આ અઠવાડિયે જ આવી છે, આયુષમાન ની ફિલ્મ એ ‘મસ્ટ વૉચ’ લિસ્ટ મા જ આવે. પણ માસ્ટર સ્ટોરીટેલર નિતેશ તિવારી મારા ફેવરિટ ડિરેકટર. ઉપર થી હોસ્ટેલ-એન્જિનયરિંગ ની થીમ. એટલે સ્વભાવિકપણે વધુ કનેક્ટ કરે. એટલે વૉચ લિસ્ટ મા એ પહેલે થી હતી જ. ફિલ્મ એનો એકદમ સિરિયસ અને પાવરફુલ મેસેજ રાજકુમાર હિરાણી સ્ટાઇલ મા એકદમ હલકા-ફુલકા અંદાજ મા આપી દે. રાજકુમાર હિરાણી અને ઝોયા અખ્તર ની જેમ જ નિતેશ તિવારી કલાસ અને માસ ને મર્જ કરી દે એવા કાબેલ ડિરેકટર છે. તેઓ પોતે પણ IITian છે. અને IIT ના એમના અનુભવો પરથી આ મજા ની ફિલ્મ બનાવી છે.

ફેમિલી ‘વર્ક’ કે લિયે એડજસ્ટ કરતી હૈ ના!
આજ ફેમિલી કે લિયે વર્ક એડજસ્ટ કરેગા!

ભલે ફિલ્મ મા અંડરટોન ના કહેવાયો હોય પણ વર્ક-લાઈફ બેલેન્સિંગ પર નો આ અદ્ભૂત સંવાદ જ ફિલ્મ નો સૌથી અગત્ય નો મસેજ છે. કામ એ જિંદગી નો એકમાત્ર નાનકડો હિસ્સો છે. જિંદગી નથી. બાળકો-સ્વજનો માટે નો ક્વોલિટી સમય કાઢવો એ પણ કામ જેટલુ જ અગત્ય નું છે. માત્ર વ્યવસાયિક સફળતા જ સફળતા હોત તો સમગ્ર એશિયા ના સૌથી ધનાઢય વ્યક્તિ એવા અલિબાબા ગ્રુપ ના સર્વે સર્વા ‘જેક મા’ ફ્લેશબેક મા જઈ ને એમની જિંદગી બદલવાની વાત ના કરત. જેક મા એ તાજેતર ના એક ઇન્ટરવ્યૂ મા જણાવ્યું છે કે જો તેઓ ભૂતકાળ મા ટ્રાવેલ કરી શકે તો એ પત્ની અને બાળકો સાથે વધુ સમય પસાર કરે. પછી ભલે એશિયા ની સૌથી ધનાઢય વ્યક્તિ ન બની શકે! ફિલ્મ મા પેરેન્ટિંગ ના મહત્વ ના લેસન્સ છે. સફળ થવાની ટ્રેનિંગ તો દરેક પેરેન્ટ યથા શક્તિ-યથા બુદ્ધિ પોતાના બાળકો ને આપતા જ હોય છે. પણ બાળક ને નિષ્ફળતા પચાવવાની ટ્રેનિંગ આપવામાં ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. IIT માટે દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ ઝંપલાવે છે એમાંથી માત્ર 10 હજાર વિધાર્થીઓ સફળ થાય છે. બાકી ના 990000 વિધાર્થીઓ ‘લૂઝર’ ન હોઈ શકે. કદાચ સમાજ માટે ‘લૂઝર’ હોય તો પણ બાળકો એમના પેરેન્ટ્સ માટે તો એટલિસ્ટ લૂઝર ન હોવા જોઈએ. એક પેરેન્ટ્સ તરીકે બાળકો ને ‘લૂઝર’ હોવું કે નહીં એ પ્રયત્નો નક્કી કરે છે નહીં કે પરિણામ એવી સાદી સમજણ આપવા નું ક્યાંક ને ક્યાંક ચુકી જવાય છે. ખાસ કરી ને સફળ પેરેન્ટ્સ ના બાળકો કેટલીક વાર એમના પેરેન્ટ્સ ની લેગેસી નો ભાર સહન કરી શકતા નથી અને નાસીપાસ થઈ જાય છે. કારણકે સફળ પેરેન્ટ્સ પોતાના સંઘર્ષ અને સફળતા ની સૂફીયાણી વાર્તાઓ જ બાળકો ને સંભળાવે છે. ક્યારેક નિરાંતે બેસી ને તેઓ જિંદગી મા કેટલી વાર નિષ્ફળ ગયા, કેટલી વાર પછડાયા, કેટલી ભૂલો કરી એ વાતો કરતા જ નથી! ‘છીછોરે’ મૂળ તો હોસ્ટેલ લાઈફ બ્રોમાન્સ છે, એન્જિનિયર્સ ના નેવર ગીવ અપ અને ‘જુગાડ’ વાળી વૃત્તિ નું અદ્દભૂત ચિત્રણ છે! પણ સાચા અર્થ મા હલકીફુલકી વાર્તા મા ગૂંથેલો પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે નો હૃદયસ્પર્શી સંવાદ છે! ❤️

પરફેક્ટ કાસ્ટિંગ વાળું ‘છીછોરે’ એક પ્રકારે એક્ટિંગ કાર્નિવલ છે. આટલા મેલોડ્રામા છતાં ઓલમોસ્ટ ઝીરો ક્લિશે વાળી અને એકદમ પ્રેક્ટિકલ નોટ્સ પર પુરી થતી છીછોરે સીનેમેટિકલી પણ આપોઆપ જ ‘must watch’ લિસ્ટ મા આવી જાય! 😊

Howdy Modi

#HowdyModi

#NarendraModi

#DonaldTrump

લેફ્ટ લિબરલ્સ ને કંઈ સમજ મા આવતું નથી. હ્યુસ્ટન ની આટલી વિશાળ જનમેદની ને ભારત ની જેમ પૈસા થી બોલાવેલુ ‘ટોળું’ તો ન કહી શકે. હવે ભાષા વૈજ્ઞાનિક કવિ ‘જાત’ સહિત ની મંડળી આ ઈવેન્ટ થી ભારત ને શું મળ્યું એ વિશ્લેષણ મા વ્યસ્ત છે. એક સમયે ભારતીય લેફ્ટ લિબરલ્સ અને વિપક્ષી પાર્ટી ના પ્રોપેગેન્ડા અને મોદી સામે ના રાજકીય દ્વેષ ને કારણે જે USA મોદી ને રાજકીય અસ્પૃશ્ય ગણતું, એ USA મોદી માટે આટલી ઐતિહાસિક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે ત્યારે સ્વભાવિકપણે આ લેફ્ટ લિબરલ્સ ના પેટ મા ઉકળતું તેલ રેડાવાનું જ છે! હવે કેટલાક આ ઇવેન્ટ મા ભારત ના મંદ પડેલા અર્થતંત્ર ને બેઠું કરવા કોઈ મોટી જાહેરાત ન થઈ હોવાથી એને નિરાશાજનક ગણાવી રહ્યા છે.મોદી એ ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ ના નારા સાથે ઓલમોસ્ટ 4 મિલયન ભારતીય ના વોટ ટ્રમ્પ માટે લગભગ ફિકસ કરી દીધા. આટલા ગ્રાન્ડ સ્કેલ પર ટ્રમ્પ માટે ઇલેક્શન કેમ્પેઈન કર્યા પછી ટ્રમ્પ પાસે થી મોદી ફેવર મા ‘મંદિર વહી બનાએંગે’ થી ઓછા ની આશા ન હતી! એટલે લેફ્ટ લિબરલ્સ ની જેમ હું પણ થોડો નિરાશ થયો જ છું! 😉જોક્સ અપાર્ટ, વિશ્વ ફલક ના સહિયારા મંચ ઉપર થી ‘રેડિકલ ઇસ્લામ’ ની વાત કરવી એ નાનીસુની વાત નથી. જો ટ્રમ્પ ધારત તો એ આ વાત ન છેડી હોત અને ડિપ્લોમેટિક વૅ મા સેઇફ રહી પાકિસ્તાન ને પણ ખુશ કરી શક્યા હોત. આ પબ્લિક ઇવેન્ટ હતી. આ વાઇબ્રન્ટ ગુજરાત જેવી કોઈ બિઝીનેસ સમીટ ન હતી. સ્વભાવિકપણે ઇન્વેસ્મેન્ટ ની મોટી જાહેરાતો આમા ન થાય. આ તો જસ્ટ એક બીજા માટે નું friendly gesture હતું! મને તો આ અદ્ભૂત ઇવેન્ટ લાગી. અને આ ઇવેન્ટ થી ફરી એક વખત સાબિત થયું છે કે ગ્લોબલ સીટીઝન એવા મોદી એ ગ્લોબલી સૌથી સેલિબ્રેટેડ ભરતીય છે. વિશ્વ ફલક પર ગંધીજી પછી ની સૌથી મોટી બ્રાન્ડ ‘મોદી’ ને કહેવી એ મને અતિશયોક્તિ નથી લાગતી! 😇

બાય ધી વે, હું કોઈ કુટનીતિક વિશેષજ્ઞ નથી પણ આ મેગા ઇવેન્ટ એ ભારત માટે વિન-વિન સિચ્યુએશન સાબિત થશે એ સાદી સમજણ છે. એક બીજા ના કટ્ટર દુશમન એવા USA અને રશિયન ફેડરેશન બંને ના વડાઓ સાથે દેશ ના લીડર નો અંગત ઘરોબો હોઈ એ મામુલી વાત નથી. કોઈ દેશ માટે આના થી મોટી કૂટનીતિક જીત કઈ હોઈ શકે! 😊અદ્દભૂત.
અભિભૂત! ❤️

ओ माझी रे! 😊

#NaramadaPreranaYatra

#KarjanRiver

#VisalKhadi

#Tale2

#Boatman

ओ माझी रे, अपना किनारा,

नदिया की धारा है ! ❤️

કરજણ નદી ના બૅક્વોટર ને કારણે રચાતો નયનરમ્ય નજારો! આ બેકવોટર ને કારણે રચાતા નાનકડા ટાપુઓ. અને આ ટાપુઓ પર વસતા આ વનબંધુઓ! રોજીરોટી નો ખાસ અવકાશ નથી. પણ વનવિભાગ અને ગુજરાત સરકાર ના પ્રયત્નો થી ત્યાં પ્રવાસન વિકસ્યું છે. વનવિભાગે અહીં નિયંત્રિત રીતે પ્રવાસન શરૂ કર્યું છે, લિમિટેડ લોકો અહીં રાત્રી રોકાણ પણ કરી શકે છે. મોટેભાગે અહીં પ્રકૃતિપ્રેમીઓ જ આવે છે. આથી શહેર નું પ્લાસ્ટિક અને ઘનકચરો અહીં સુધી પહોંચ્યો નથી. અહીં ના ટાપુ પર વસતા વનબંધુઓ ને વનવિભાગ ના પ્રયત્નો થી ‘ બોટ’ મળી છે. આ બોટ મા સહેલાણીઓ બોટિંગ નો આનંદ લઈ શકે છે. અમે જ્યારે વહેલી સવારે અહીં ના જંગલ થી ડાઉનટ્રેક જઈ ને બોટિંગ કરવા ગયા ત્યારે ત્યાં ના ખુશનુમા વાતાવરણ ને અનુભવી ને લાગ્યું જાણે ક્યારેય ઓઝોન ના સ્તર મા ગાબડું પડ્યું જ નથી! પ્રકૃતિ ના તમામ તત્વો અહીં ના આહલાદક વાતાવરણ મા સમાયેલા છે. સ્થાનિકો માટે ઘણા NGO અને પ્રકૃતિપ્રેમીઓ પણ પ્રયત્નશીલ છે. આ નનાકડા ટાપુ પર સહેલાણીઓ ને ભૂટાન અને સિક્કિમ ની જેમ ‘હોમ સ્ટે’ મળે અને સ્થાનિક વાનગીઓ નો ટેસ્ટ મળે તો સ્થાનિકો ને ભરપૂર રોજગારી ની તકો ઉભી થાય અને સામે પક્ષે પ્રવસીઓ ને પણ ઓથેન્ટિક ટચ મળે! આવા નવતર પ્રયોગ માટે પ્રકૃતિપ્રેમી Nitin Tailor (સ્થાપક : સર્વ હેપીનેસ ફાઉન્ડેશન) સતત પ્રયત્નશીલ છે. આશા રાખીયે કે વનવિભાગ ની સારી યોજના ઓ જમીન સુધી પહોંચે અને નીતિનભાઈ જેવા નવયુવાનો પણ આગળ આવે તો બંને પક્ષે win-win પરીસ્થતી ઉભી થાય!

બાય ધ વે, અહીં મેન્યુઅલી હલેસા મારી ચલાવવાની નાવડી ની જ પરમિશન છે, અહીં ના મહેનતકશ સ્થાનિક નાવિકો જે રીતે હલેસા મારી બોટ ચલાવે છે એ આસાન નથી. નાવડી ચલવવા જે બળ અને બેલેન્સ ની જરૂર પડે છે એ જિમ મા સ્નાયુઓ ના ગઠ્ઠા બનાવવાથી ના આવે!અહીં એડવેન્ચર લવર્સ માટે સ્થાનિક ઇન્સ્ટ્રકટર સાથે બોટિંગ ની પણ પરમિશન મળે તો પ્રવાસન ને હજી સારું એવું બળ મળી શકે એમ છે! 😊

ભાર વિનાનું ભણતર!

#NarmadaPreranaYatra

#Tale1

#VisalKhadi

#SatpudaForest

સાતપુડા ના જંગલ ની વિસલ ખાડી મા ગમી ગયેલી આ વિસ્મયભરી આંખો! ❤️

નિશાળે જવા માટે આ વનજીવી દીકરી વણખેડયા (The road less travelled) રસ્તાઓ પસંદ કરે છે. રોજ જંગલો ને પસાર કરી રોડ ન દેખાય ત્યાં સુધી પગદંડીઓ પર ચાલતી જાય છે. કદાચ એને પ્રવાસીઓ ની જેમ મુખ્ય રોડ સુધી ચાલવાની પગદંડી શોધવા ની જરૂર નથી. એનું દિમાગ હવે આપોઆપ એને ત્યાં દોરી જાય છે. જે રોડ થી એ નિશાળે જાય છે એ 10 ફુટ પહોળો રોડ મુખ્ય ધારા અને વનજીવી સમાજ વચ્ચે ની અઘોષિત સરહદ છે. સરહદો નું ઉલ્લંઘન કરી ને સહેલાણીઓ એમને ત્યાં આવ્યા છે કે પછી એ પોતે ઉલ્લંઘન કરી ને ગામ ની નિશાળે જાય છે એ સમજી શકે એટલી પરિપક્વ થઈ નથી. પણ એના હાથ મા કોઈ સ્કૂલબેગ નથી, માત્ર ને માત્ર નિશાળે થી મળેલો ગણવેશ છે! શાળા મા શિક્ષકો કેટલા છે એ મને ખબર નથી. આ દીકરી બે વિષય વચ્ચે નો તફાવત સમજી શકવા સક્ષમ છે કે નથી એ પણ મને ખબર નથી. પણ એને ભીંડી અને ખાટ્ટી ભીંડી વચ્ચે નો ફરક ખબર પડે છે, એટલી મને ચોક્કસ ખબર છે, મમ્મી એ કહેલી વનસ્પતિ આસપાસ થી ઓળખી અને એના પાન લાવી શકે છે. પણ કદાચ એટલું પૂરતું નથી. એટલે જ ‘વિકાસ’ એના ટચુકડા ટાપુ પર પહોંચ્યો છે અને રોજ એને નિશાળે લઈ જાય છે, કારણકે મુખ્યધારા ની ભાષા એ તો ગુજરાતી છે, જો મુખ્યધારા થી ન જોડાય તો કદાચ એમની વસ્તી પણ આંદામાન ના પેલા પ્રખ્યાત ટાપુ ની જેમ મુખ્યધારા થી આઇસોલેટેડ થઈ જાય! પણ આપણે એવું થવા દેવાનું નથી. એને નિશાળે મોકલવાની છે.

કદાચ આ બેગ વિના ‘ઇસ્કૂલે’ જતી આ દીકરી ને જ સાચું ‘ભાર વિનાનું ભણતર’ કહેવાતું હશે! 😊